Written By Vaishnavi patel " urmi"
લગાગા×3 લગા વિચારોનું આ મન અદાલત છે જો, સમજવા તને એ યથાવત છે જો. અલગ કંઈ કર્યું છે તો, લાગ્યું મને આ ટીકાની જાણે વસાહત છે જો. આ તૂટી દિવાલો અહીં સ્વપ્નની, તો મજબૂત થઇ એ ઇમારત છે જો. દુઃખો આવશે; ડર નહીં, જાણજે એ જીવનની નાની શરારત છે જો. ન ઉપમા એ મોટી ; હૃદયમાં જરા એ કણ"ઊર્મિ "ની થઈ હિફાજત છે જો. -વૈષ્ણવી પટેલ " ઊર્મિ "Download
7 Reads •